બ્રહ્માના બે પુત્રો મરિચી અને અત્રિ. મરિચીના કશ્યપ. વિશ્વ મનુથી ઈક્ષ્વાકુને સૂર્યવંશમાં રામ થયા. અત્રિના સમુદ્ર, ચંદ્ર, ઇલાને બુધ, પુરવા, આયુ, નહુસ. યયાતીના યદુથી ચંદ્રવંશી ક્ષત્રિયોમાં કૃષ્ણ ભગવાનનો અવતાર થયો. આ બે ક્ષત્રિયો. ત્રેતાયુગમાં ક્ષત્રિયો ઘમંડી ને અહંકારી, અભિમાની થવાથી ભગવાન પરશુરામે અવતાર ધારણ કર્યો. જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકાથી જન્મ થયો છે. તેઓ હાથમાં ફરસુ લઈને યાત્રા કરતા ફરતા રહેતા. જમદગ્નિ ઋષિનાં પત્ની રેણુકા અને સહસ્ત્ર અર્જુનની પત્ની મેણુકા જેઓ બંને બહેનો હતી. ઈક્ષ્વાકુ વંશના પ્રેમજિતસિંહની દીકરીઓ હતી. રેણુકાએ જમદગ્નિ સાથે લગ્ન કર્યાં અને મેણુકાએ સહસ્ત્રાર્જુન સાથે લગ્ન કરેલ. જમદગ્નિ ઋષિ લોકોતર મહાન શક્તિ હતા અને લોકો તેમના આદેશના આધીન રહેતા. આવી મહાન શક્તિ જમદગ્નિ બ્રાહ્મણ પાસે કોઈ હથિયાર નથી, હાથમાં દર્ભ લઈને ફરે છે, છતાં માણસોના મન ઉપર તેમનો પ્રભાવ કેમ ચાલે છે ? સહસ્ત્રાર્જુનને અભિમાન અને અહંકાર થયો. તેણે દરિયા સામે ચઢાઈ કરી, દરિયા જોડે લોકો રહેતા હતા તે માછીમારોએ કહ્યું કે, અમારા ઉપર દમદાટી કરે છે, પણ તારા માટે પરશુરામ ઊભો છે. ત્યારે પરશુરામની ખાતરી કરવા જમદગ્નિ ઋષિની કામધેનુ ગાય અને વાછરડું ચોરાવી લાવ્યાં ત્યારે આશ્રમના માણસો ગાય-વાછરડું શોધતાં સહસ્ત્રાર્જુન પાસે આવ્યા ને અમારું ગાય-વાછરડું ચોરાયું છે તેમ કહ્યું ત્યારે સહસ્ત્રાર્જુને કહ્યું કે, વાહ, તમે મારી પાસે આવ્યા છો ? તમારા આશ્રમમાં પરશુરામ છે તેની પાસે જાઓ મારી પાસે આવવાનું શું કારણ ? પરશુરામ ફરતા ફરતા આશ્રમમાં આવ્યા, ત્યારે બનેલી વિગત જાણી જેથી પરશુરામે સહસ્ત્રાર્જુનના ઘોડા હાથી મારી અને આહ્વાન કર્યુ તે પછી સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરી તેને મારી ગાય-વાછરડું પરત લાવી આશ્રમમાં આવ્યા. પરંતુ તેમને દુઃખ થયું કે માણસ ભલે બગડી ગયો હતો, પણ તેણે જગત બદલી દેખાડયું છે. આ કારણથી તેઓ યાત્રા કરવા નીકળી ગયા. ત્યાર બાદ સહસ્ત્રાર્જુનના પુત્રોએ જમદગ્નિ ઋષિના આશ્રમમાં જઈ ઋષિને કાપીને ટુકડે ટુકડા કરી મારી નાખ્યા. ત્યાર પછી પરશુરામ યાત્રા કરી પરત આશ્રમમાં આવ્યા ત્યારે માતા રેણુકાએ રોક્કળ કરી મૂકી. ત્યારે આશ્રમના માણસોએ બનેલી વિગત જણાવી. ત્યારે પરશુરામના રોમે રોમ ક્રોધિત થયા અને હાથમાં ફરસુ (કુહાડી) લઈને ક્ષત્રિયોને વીણી વીણીને મારી તેમનાં રાજ્યો બ્રાહ્મણોને દાનમાં આપ્યાં. આવી રીતે રામથી કૃષ્ણ સુધી એકવીસ વખત પૃથ્વી નક્ષત્રિય કરી નાખી. પરશુરામે ક્ષત્રિયોને મારી ફરીથી શોધખોળ કરી મારવા લાગ્યાં ત્યારે તે સમયે કૃતયુગ પછી ત્રેતાયુગ પરશુમાં પરશુરામને સહસ્ત્રઅર્જુન રામના પહેલા અવતાર ધારણ કરેલ. તે સમયે પરીહાર (પરમાર) પઢિયાર, સોલંકી, ચૌહાણ, ગોહિલ, ચાવડા, મકવાણા કોમની શાખાઓ હતી. તે વખત સૂર્યવંશના દશરથ ને ચંદ્રવંશના યદુ આ બે ક્ષત્રિયોને પરશુરામે માર્યા નથી. બાકીના જે ક્ષત્રિય હતા તેમને એકવીસ વખત શોધીને માર્યા હતાં. સહસ્ત્રઅર્જુનના છ પુત્રો આબુમાં મા અર્બુદા (કાત્યાયની)ના શરણે રહેવાથી પરશુરામ શોધતા શોધતા ત્યાં આવ્યાં ત્યારે મા અર્બુદાએ કહ્યું કે, .મારે શરણે આવેલ છે જેથી તેમને જીવતદાન આપો. હવેથી તેઓ ક્ષત્રિયપણું ત્યજી ખેતીવાડી કરશે ને પશુ ગાય-બળદનું ભરણપોષણ કરશે.. તેઓને મા અર્બુદાએ બચાવ્યા જેથી તેમનાં ચરણો-પગ પકડી આશીર્વાદ માગી કહ્યું, .હવેથી તમો અમારાં કુળદેવી છો તો હવેથી અમારી શાખ કઈ ?. ત્યારે મા અર્બુદાએ કહ્યું કે, શોધતાં જડયા જેથી જાટ ખેડૂત તરીકે તમારી શાખ રહેશે.જે છ પુત્રો બચી ગયા હતા તેમાંથી બે પુત્રો આબુ ઉપર રહી ખેતીવાડી શરૃ કરીને ચાર પુત્રો ઉત્તર ભારત તરફ જઈને ખેતીવાડી શરૃ કરી. તેમની વસ્તી વધવાથી ઉત્તરપ્રદેશ ને હરિયાણામાં ફેલાયા. ત્યાર પછી મુસલમાનોના હુમલાઓ સામે એકત્ર થઈ લડાઈ કરી મારી હઠાવતા. ત્યાર બાદ ૧. જાટોએ પ્રથમ રાજધાની કપુરથલા સ્થાપી રાજા જગતસિંહ ૨. બીજી નેહાલજી જાટને ધોલપુર રાજધાની સ્થાપી. ૩. વિક્રમસિંહે ફરીદકોટ રાજધાની સ્થાપી. ૪. ચોથી રાજધાની સૂરજમલે ભરતપુરમાં વિ. સં. ૧૭૦૫માં સ્થાપી. ટોડરમલે રાજસ્થાન ઇતિહાસ લખ્યો તે વખતે જાટ લોકો ખેતી કરતા હોવાથી ખેતીકાર લખ્યું હશે, પરંતુ તેઓ ચંદ્રવંશના ક્ષત્રિયો જાટ છે જેઓ કાશ્યપ ગોત્રના છે. જાટ આબુ પર ખેતી કરતા. તેઓ મા અર્બુદાને કુળદેવી શરણે આવ્યાં છે જેથી કુળદેવી માને છે. જાટ આંજણા ચૌધરીઓની કુળદેવી મા અર્બુદા કાત્યાયની છે. જાટ અને આંજણા ગામના ગેવાન જાગીરદાર ખેડૂત હોવાથી ચૌધરીની બંને કોમને પદવી મળેલ હોવાથી જાટ ચૌધરી આંજણા ચૌધરી શાખથી ઓળખાય છે. એક દંતકથા પ્રમાણે ચૌધરી અને જાટોએ સમૂહ જમણ રાખ્યું હતું. જમણમાં દારૃ, માંસ પીરસાતાં આંજણા ચૌધરીઓએ મા અર્બુદા આગળ માંસ-મદિરા ન લેવાની પ્રતિજ્ઞા અગાઉ લીધી હતી. જેથી ભાણા ઉપરથી ઊઠી ગયા. જે ઊઠી ગયા તે આંજણા ચૌધરી, બેઠા રહ્યા તે જાટ. ગુજરાતમાં ગાયકવાડના સમયમાં ગામ આગેવાન ખેડૂત હોવાથી તેમને પટેલની પદવી મળી હતી. ગુજરાતમાં આંજણા ચૌધરી કોમ તરીકે ઓળખાય છે આંજણાઓ માટેનું ઐતિહાસિક મંતવ્ય ઐતિહાસિક રીતે જોતાં પાટણની ગાદી ઉપર થયેલા સોલંકી રાજા ભીમદેવની પુત્રી અજના બાઈએ આબુ પર્વત ઉપર અંજનગઢ વસાવ્યો અને ત્યાં રહેનારાઓ આંજણા કહેવાયા. સોલંકીઓ ચંદ્રવંશી ક્ષ્ત્રિયો હતા એટલે આ મંતવ્ય પ્રમાણે પણ આંજણાઓ ક્ષત્રિય છે. "આંજણા શબ્દનું મૂળ ઋગ્વેદમાં વપરાયેલા પંચા જનાઃ શબ્દમાં છે. આ પંચા જનાઃ શબ્દથી સૂચિત યયાતિના પાંચ પુત્રો પૈકી યદુના વંશજો યાદવો કહેવાયા અને આ યાદવ વંશમાં સહસ્ત્રાર્જુન થયા. યાદવોની જુદી જુદી શાખાઓ પડતાં પહેલાં વૈદિકકાળમાં યાદવોના સમૂહને પંચા જનાઃ કહેવામાં આવતા હતા. યદુના પાંચ પુત્રો (પંચા જનાઃ) હિમાલયના જે શિખર ઉપર રહેતા તે શિખરનું નામ મહાભારતકારે અંજન એવું આપેલું છે. અંજન શિખર ઉપરથી તેઓ અંજના અને પાછળથી આંજણા કહેવાયા" એમ શ્રી રામજીભાઈ મોતીભાઈ દેસાઈનું મંતવ્ય છે. આ મંતવ્ય પ્રમાણે પણ આંજણા પાટીદારો યાદવ વંશના ક્ષત્રિયો છે. ગેઝેટિયર ઓફ ધી બોમ્બે પ્રેસિડેન્સી ભાગ ૧૨ (ખાનદેશ)માં આંજણા પાટીદારો માટે નીચે પ્રમાણે લખ્યું છે : ખાનદેશ જિલ્લામાં રેવ અને ડોર આમ બે પ્રકારના ગુર્જરો છે. તેમાં રેવ ગુર્જરો ભિન્નમાલથી માળવા થઈ ખાનદેશમાં ગયેલા. તેમનાં ૩૬૦ કુળ છે અને તેઓ ગુર્જરો છે. ભિન્નમાલથી સ્થળાંતર કરી ફરતા ફરતા તેઓ ત્યાં સ્થાયી થયેલા છે. ગેઝેટિયર તેમની અનેક શાખાઓનાં નામ આપે છે. તેમાં અંજના, આંજણા, આભેય, પાટલિયા વગેરે મુખ્ય શાખાઓ છે. આ શાખાઓ પૈકી અંજના કે આંજણા નામવાળી શાખા સ્પષ્ટપણે સૂચવેલી છે.
ઇ.સ. ૯૫૩માં ભિન્નમાલ ઉપર પરદેશીઓનું આક્રમણ થયું ત્યારે કેટલાક ગુર્જરો ભિન્નમાલ છોડીને અન્યત્ર ગયા. આમાં બ્રાહ્મણ, ક્ષત્રિય,વૈશ્ય અને શૂદ્ર એમ બધી જાતિઓ હતી. આ વખતે આંજણા પાટીદારો લગભગ ૨૦૦૦ ગાડાંઓમાં ભિન્નમાલથી નીકળીને ચંદ્રાવતીમાં આવીને વસ્યા. ત્યાંથી કચ્છના ધાનદાર પ્રદેશમાં અને ત્યાંથી છેવટે ગુજરાતમાં આવીને વસ્યા એમ ભાટચારણોના ચોપડાઓ તથા કેટલેક અંશે ઇતિહાસનાં પાનાંઓમાં પણ નોંધ છે. આ ઐતિહાસિક નોંધો ઉપરથી પણ કહી શકાય કે આંજણા પાટીદારો ગુર્જર ક્ષત્રિયોના (એટલે આર્ય પ્રજાના) સીધા વંશજ છે. આંજણા પાટીદારોની શાખામાં જાટ શબ્દ આવે છે ત્યારે જાટ જ્ઞાતિના. ઇતિહાસના અધ્યયનમાં હિન્દી ભાષામાં અનજરે-અનજણે- આંજણે એમ ભાષા ભેદથી અપભ્રંશ થયેલ શબ્દો જોવા મળે છે. આ ઉપરથી સમજાય છે કે, જાટ અને આંજણા પાટીદારો આ બંનેના કુળો એક જ છે અને આ બંનેની ઉત્પત્તિ એક જ પુરુષમાંથી વર્ણવેલી છે તે યથાર્થ છે.જાટ અને આંજણા પાટીદારો બંને એક જ કુળના છે. |
Monday, November 23, 2009
history of patel 6
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment