માળવા વિસ્તારમાંથી કૂર્મીઓ ગુજરાતમાં પહોંચ્યા ત્યારે ગુજરાતમાં અનેક રાજકીય ઊથલપાથલ જોવા મળી. ગુજરાતમાં પહેલું રાજ્ય મનુના પૌત્ર આનર્તનું હતું. તેમને રૈવત નામનો પુત્ર હતો. તેની રાજધાની દ્વારકામાં હતી. અને ઈ.સ. પૂર્વ ૫૦૦ સુધી રાજસત્તા રહી. મૌર્ય યુગ દરમિયાન મૌર્યોની રાજગાદી મગધ પ્રાંતના શહેર કુશાવતી નગરમાં હતી તેમના તરફથી સૂબાઓ ગુજરાતમાં આવી સૌરાષ્ટ્રના ગિરિનગરમાં રહી રાજ ચલાવતા હતા. તે સમયે ગુજરાત આનર્ત (આનર્તપુર- વડનગર) સૌરાષ્ટ્ર (દ્વારકા ગિરિનગર) અને લાટદેશ (ભરૃચ) એમ ત્રણ ભાગમાં વહેંચાયોલ હતું. આ સમયે કૂર્મીઓ વાંસવાડા તરફના વડનગર સિદ્ધપુર બાજુના વિસ્તારોમાં આવી વસ્યા. ખેડા અને ધંધૂકાનો પ્રદેશ મહીવાસી લૂંટારાથી ત્રાસિત હતો. ગુજરાતનો મધ્ય ભાગ અરાજક્તાથી ભરપૂર હતો. સાતમા સૈકાનાં શરૃઆતમાં પંચાસરમાં ચાવડા વંશની શરૃઆત થઈ તેથી અગાઉ છઠ્ઠા સૈકાની શરૃઆતમાં વલ્લભીપુરની સ્થાપના થઈ ચૂકી હતી.
ઈ.સ. ૬૯૦માં પંચાયત રાજ્ય સ્થપાયું ત્યાર પછી વનરાજ ચાવડાએ ઊંઝા જીતી લીધું અને ઈ.સ. ૭૪૬માં અણહીલપુર પાટણ વસાવી રાજ વહીવટ શરૃ કર્યો. આ સમયે કૂર્મીઓએ તેમની સર્વોેપરી સત્તા સ્વીકારી. તે સમયે ઊંઝામાં વસવાટ કરતા વ્રજપાલજીના વંશજ સાથે ગોધા પટેલના પુત્ર શિવજી પટેલને વાંધો પડતાં તેઓ ઈ.સ. ૫૫૬માં પોતાના મળતીયા કૂર્મીઓને લઈને ગુજરાતના મધ્યભાગમાં આવેલા ભીલનગર આસાવલ્લીમાં વસ્યા. ઊંઝામાં વનરાજ ચાવડાની સત્તા ન સ્વીકારી અન્ય એક વ્રજપાલે ઈ.સ. ૭૪૬માં પોતાના રસાલા સાથે ઈડર તરફ જઈ કાવર ગામ વસાવ્યું. તેમની સાથે જ ઈડર સુધી આવેલ જામળીયા તરીકે ઓળખાતા કૂર્મી પાટીદારના પૂર્વજ પટેલ સંદાધિ પોપટજી અન્ય કૂર્મીઓને લઈ ઈડર પરગણાંના જામળા ગામે વસવાટ કર્યો.
ચાવડા વંશમાં કૂર્મીઓને ખેતીમાં લાભ મળતાં તેમની આવકમાં વધારો થયો અનેે વધુ ને વધુ પડતર જમીન ખેડાવા લાગી. તેના પરિણામે રાજ્યની મહેસૂલ ઊપજમાં પણ વધારો થયો. જાહોજલાલીથી લોભાઈ પ્રધાન ચાંપરાજે ગુજરાત અને માળવાની સરહદેથી દેશનું રક્ષણ કરવા મહાકાળી ડુંગર ઉપર શહેર વસાવ્યું અને નામ આપ્યું ચાંપાનેર.’ શહેરની ફરતે મજબૂત કિલ્લો બંધાવ્યો ને કણબીઓ ખેતી માટે અહીં વસ્યા.
ઈ.સ. ૧૯૦૪થી સિદ્ધરાજ જયસિંહ રાજ્ય આવ્યું. આ સમયે કણબીઓની ૪૨ જેટલી શાખના કણબીઓને ચરોતર અને ભાલ પ્રદેશની રસાળ જમીન ખેતી માટે આપવામાં આવી. તેમને આ જમીનના સ્વતંત્ર માલિક બનાવ્યા. કણબીઓ પોતાની પેદાશમાંથી અમુક ભાગ મહેસૂલ તરીકે રાજાને આપતા હતા. સિદ્ધરાજ જયસિંહના રાજઅમલમાં કણબીઓ જમીનના માલિક બની સુખશાંતિથી રહેતા હતા.
સોલંકી વંશના અંત પછી વાઘેલા વંશના રાજાઓ આવ્યા. આ વંશના કરણ વાઘેલાના રાજ્યાભિષેક સુધી તો લોકો સુખ શાંતિમાં રહેતા હતા. પરંતુ કરણ વાઘેલાના અવિચારી પગલાંથી ગુજરાતની પાયમાલી શરૃ થઈ એ સાથે જ કણબીઓની પણ મુશ્કેલીઓની શરૃઆત થઈ.
ગુજરાત વેરાન થયું
ગુજરાતનાં બંદરોને કારણે તેની જાહોજલાલીની સુવાસ દરિયાપારના દેશો સુધી ફેલાયેલી હતી. પરંતુ ગુજરાતનોે મધ્યભાગ વેરાન હતો. કણબીઓ મધ્ય ભાગમાં આવી વસ્યા અને કાળજીપૂર્વક ખંત અને સખત મહેનતથી ખેતી કરવા લાગ્યા પરંતુ ઉજ્જડ, વેરાન જમીન પર આ ‘કણબી ખેડૂ’ વર્ષની ત્રણ ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસુ પાક લેતો થયો. જમીનનાં સ્વતંત્ર માલિક હોવાથી અને માત્ર ર્વાિષક રાજભાગ આપવો પડતો હોવાથી તેઓ ખેતીમાં ખાસ કાળજી લેતા હતા એ સમયની કણબીઓની આર્િથક સ્થિતિને ગ્રહણ લાગ્યું કે કેમ ? પરંતુ તત્સમયના રાજા કરણ ઘેલાની ભૂલને કારણે પ્રજાને સહન કરવાનો સમય આવ્યો.
વાઘેલા વંશના છેલ્લા રાજા કરણે પ્રધાન માધવની પત્નીનું અપહરણ કર્યું. માધવનો ભાઈ વચ્ચે પડયો અને પોતાનો પ્રાણ આપ્યો. વેરના આવેશમાં માધવે દિલ્હી જઈ અલ્લાઉદ્દીન ખીલજીને ભંભેર્યો. અલાઉદ્દીને પોતાની જંગી ફોજને ગુજરાત મોકલી. ગુજરાતની હદમાં દાખલ થતાં જ આ યવન સૈનિકોએ જે અત્યાચાર શરૃ કર્યો તેની કલ્પના તો પ્રધાન માધવે સ્વપ્નમાં પણ કરી નહીં હોય ! અત્યાચારી ફોજે ગામડાં લૂંટયાં, ગામોને આગ લગાડી, અબાલ વૃદ્ધની નિર્દયપણે કતલ ચલાવી, ખેતીવાડીને બાળી મેદાન કર્યા પરિણામે પોતાની ખેતીવાડી, મિલકત, પરિવાર લૂંટાઈ જતાં કણબીઓ નિરાધાર થઈ ગયા. યવનોને આ દુષ્કાર્યથી દૂર રાખવા માધવે પ્રયત્ન કર્યો પરંતુ તેને સફળતા ન મળી. ન છૂટકે માધવે કાળજું કઠણ રાખી આ બધું સહન કર્યું. પોતાનો ક્રોધ શાંત થતાં માઘવની આંખ ઊઘડી. પોતાની વેરની આગમાં દેશની નિર્દોષ રૈયતને જે સહન કરવું પડયું તેનો વિચાર કરતાં તે મનોમન પશ્ચાતાપ કરવા લાગ્યો.
વિજયી યવનોએ શાહૂકારોને લૂંટયા, શહેરો લૂંટયાં, ર્મૂિતઓ તોડી, મંદિરો તોડયાં, અબળાઓ ઉપર અત્યાચારો કર્યા પરિણામે ગામડાંની સ્થિતિ એ સમયે કેવીક હશે તેની કલ્પના જ કરવી રહી. ગુજરાત પર વિજય મેળવ્યા પછી ગુજરાતની લગામ અલાઉદ્દીન ખીલજીના સૂબા અલફખાને હાથમાં લીધી. તેણે ગુજરાતને લૂંટવાનું સતત ચાલું રાખ્યું. આમ ગુજરાત પ્રાંત અને સ્વતંત્ર રાજકર્તાના તાબામાંથી દિલ્હીના બાદશાહનું ખંડીયો પ્રાંત બન્યો. દિલ્હીથી નીમવામાં આવતા સૂબા દ્વારા રાજ્યનું સંચાલન થતું. સૂબાઓએ અસલ રાજનગર અણહિલપુર પાટણને જ રાજધાની શહેર તરીકે ચાલુ રાખ્યું પરિણામે નજીકના ત્રાસથી બચવા કણબીઓએ ચાંપાનેર તરફ પ્રયાણ કર્યું.
ગુજરાતમાં આવેલ આફતથી શાંતિ મેળવવા ચાંપાનેર વસેલા કણબીઓએ આ પ્રદેશને ખેતી દ્વારા જે જાહોજલાલી આપી પરિણામે તેની સુવાસ આસપાસ માળવા અને મધ્ય ગુજરાત સુધી ફેલાઈ આ સ્થિતિના સમાચાર જાણી અમદાવાદના સ્વતંત્ર સુલતાનોએ રાજલોભથી આ તરફ નજર નાખી, એકથી વધુ વખત પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળી. છેવટે ઈ.સ. ૧૪૮૩માં મહેમૂદ બેગડાએ બે વર્ષ સુધી લડાઈ ચાલુ રાખી અજય ગણાતા ગઢને જીત્યો. પરિણામે કણબીઓએ અહીંથી વડોદરા, દક્ષિણ ગુજરાત અને અમદાવાદ તરફ પ્રયાણ કર્યું.
અમદાવાદ શહેરને ગુજરાતની રાજધાની બનાવ્યા પછી રાજ કરનાર સ્વતંત્ર સુલતાનોએ તેના વિકાસ માટે વધુ ધ્યાન આપ્યું. પરિણામે કણબીઓએ અમદાવાદની આજુબાજુ વસવાટ શરૃ કર્યો. સમય જતાં સ્વતંત્ર સુલતાનો આનંદ- પ્રમોદમાં ડૂબ્યા પરિણામે સત્તા નબળી પડતી ગઈ. ઈ.સ. ૧૫૭૩માં દિલ્હીના મોગલ બાદશાહ અકબરે ગુજરાત પ્રાંત જીતી, ગુજરાતને દિલ્હીનું ખંડિયું રાજ્ય બનાવ્યું અને સૂબાઓએ ફરી સત્તા સંભાળી.
મુસ્લિમ સત્તા સમયે મરાઠાઓએ ગુજરાતનાં જાહોજ્લાલીવાળાં બંદરો સુરત, ભરૃચ, ખંભાત ઉપર ચડાઈ કરી, આ બંદરો લૂંટયાં. મરાઠા સરદાર દામજી ગાયકવાડ અને રંગોજી અમદાવાદ ઉપર ચડી આવ્યા. મરાઠાઓના આક્રમણથી દિલ્હીના સૂબાઓએ અમદાવાદ ઉપર તેમની અડધી સત્તા કબૂલ રાખી પરિણામે ગુજરાત પર બેવડી સત્તા થઈ. ઈ.સ. ૧૭૫૧-૫૩માં રઘુનાથ પેશ્વા અને દામાજી ગાયકવાડે મોટું સૈન્ય લઈ અમદાવાદ ઉપર ચડાઈ કરી અને દોઢ વર્ષ સુધી ઘેરા ઘાલ્યો. ઈ.સ. ૧૭૫૩-૫૪માં અમદાવાદ હિન્દુ રાજાઓના હાથમાં આવ્યું. એ સમયે પેશ્વા અને ગાયકવાડ બંને સત્તા ચલાવતા હતા.
અમદાવાદમાં મરાઠાઓના સંયુક્ત વહીવટ દરમિયાન પાણીપતનું યુદ્ધ થયું અને તેમાં મરાઠાઓની હાર થઈ. મરાઠાઓને ખૂબ સહન કરવું પડયું. દામાજીરાવ ગાયકવાડ પાણીપતના યુદ્ધમાં ભાગ લેવા ગયા હતા ત્યાંથી બચેલું પોતાનું લશ્કર લઈને ગુજરાત પાછા આવતા હતા. આ સ્થિતિનો લાભ લઈ ખંભાતના નવાબે જે કાંઈ લશ્કર હતું તે એકઠું કરી ધોળકા રસ્તે થઈ અમદાવાદનોે કબજો લઈ લીધો. ગુજરાતને કબજે કર્યાની હકીકત નવાબે દિલ્હી મોગલ બાદશાહને આપી. બાદશાહે ખંભાતના નવાબને ગુજરાતનો સૂબો બનાવ્યો અને મોમીનખાનનો ઈલ્કાબ આપ્યો.
પાણીપતમાં હાર્યા પછી પેશ્વા અને ગાયકવાડનું લશ્કર ગુજરાત તરફ આવી રહ્યું હતું. તેને સમાચાર મળ્યા કે ગુજરાતનો કબજો નવાબે લીધો છે પરંતુ તેની પાસે મોટું લશ્કર નથી, દિલ્હીથી મદદ આવે તેમ ન હતી કારણ કે દિલ્હીના બાદશાહને સારી રીતે નુકસાન પહોંચાડયું હતું. મરાઠા લશ્કર અમદાવાદ આવ્યું અને અમદાવાદને ઘેરો નાખ્યો. શહેરનો કબજો લીધો ખંભાત શહેરને તાલુકો નવાબ પાસે રહે એ શરતે નવાબે અમદાવાદનો કબજો પેશ્વા અને ગાયકવાડને સોંપી દીધો. મરાઠાઓએ ગુજરાતના નવાબો અને હિન્દુ રજવાડાંના રાજાઓ સાથે ચોથાઈનાં નવાં ખતપત્રો કર્યા. રાજ્યોમાંથી દર વર્ષે ચોથ ઉઘરાવવાનું શરૃ થયું.
ગાયકવાડે અઢારમી સદીના અંત પહેલાં અંગ્રેજો સાથે સુલેહ કરી અને પેશ્વાના વર્ચસ્વમાંથી મુક્તિ મેળવી. ઈ.સ. ૧૮૧૮ની ખડકીની લડાઈ પછી ગુજરાતમાં પેશ્વાનો ભાગ અંગ્રેજોના કબજામાં આવ્યો. સુરતના નવાબનો હિસ્સો તો અંગ્રેજોને અગાઉ મળી ગયો હતો.
ભરૃચનો નવાબ હૈદ્રાબાદના નિઝામનો નીમેલો હતો તેનો કબજો પણ અંગ્રેજોએ લઈ લીધો હતો. ગાયકવાડ અને અન્ય દેશી રજવાડાં પાસેથી લશ્કરના ખર્ચના બદલામાં અંગ્રેજોએ અમુક પ્રદેશો મેળવ્યા. આમ ગુજરાતમાં પાંચ જિલ્લા બ્રિટિશોના અને ચાર જિલ્લા ગાયકવાડ પાસે રહ્યા પરિણામે ગુજરાતમાં વસવાટ કરતા પટેલો બે ભાગમાં વહેંચાઈ ગયા.
(
No comments:
Post a Comment